વિશેષણ
• વિશેષણ એટલેશું?
• જે શબ્દ પ્રાણી કે પદાર્થના ગુણ કે ક્રિયાને વર્ણવી તેના અર્થમાં વધારો કરે છે તેને વિશેષણ કહેવાય છે.
• વિશેષણ અને વિશેષ્ય :
• જે શબ્દ નામ એટલે કે સંજ્ઞાના અર્થમાં વધારો કરે છે તેને વિશેષણ કહેવાય છે અને
• વિશેષણ જેનો ગુણ કે ક્રિયા દર્શાવે છે તેને વિશેષ્ય ‘ કહેવાય છે.
• જેમ કે
• ‘ ચતુર પુરુષ ” માં “ ચતુર ” એ વિશેષણ છે જે ‘ પુરુષ ‘ વિશેષ્યના ગુણને દર્શાવે છે.
• જેમ કે
• રાતી ગાય સૌથી આગળ જાય છે.
• આ વર્ગમાં પચાસ વિદ્યાર્થી બેઠા છે.
• આકાશમાં ઝગમગતા તારા પ્રકાશે છે.
• તાજમહાલ સુંદર ઇમારત છે .
• મુંબઈ મોટું શહેર છે .
• ઉપરના વાક્યોમાં અધોરેખિત શબ્દો અનુક્રમે રાતી, પચાસ, ઝગમગતા, સુંદર અને મોટું શબ્દો અનુક્રમે ગાય, વિદ્યાર્થી, તારા, ઇમારત અને શહેર શબ્દોના ગુણ કે ક્રિયા બતાવી તેમના અર્થમાં વધારો કરે છે માટે એ શબ્દોને વિશેષણ કહેવાય.
•
• વિશેષ્ય તરીકે વપરાતો શબ્દ નામ , સર્વનામ , વિશેષણ , ક્રિયાપદ , ક્રિયાવિશેષણ એમ કોઈ પણ હોઈ શકે
• જેમ કે –
• સુરંગી હોંશિયાર છોકરી છે. ( નામ – વિશેષ્ય )
• તે સુંદર દેખાય છે . ( સર્વનામ – વિશેષ્ય )
• મોટે ભાગે વિશેષણ વિશેષ્યની પહેલાં આવે છે પણ ઘણી વાર વિશેષ્ય પછી પણ વિશેષણ આવતું જોવા મળે છે.
• ઉદાહરણ તરીકે –
• શિયાળ લુચ્યું હોય છે. ( વિશેષ્ય પહેલા , વિશેષણ પછી )
• આ મકાન સારું છે. ( વિશેષ્ય પહેલાં , વિશેષણ પછી )
• વિશેષણના પ્રકાર જુદી જુદી રીતે પડે છે . 1 સ્વરૂપની રીતે વિશેષણના બે પ્રકાર : સ્વરૂપની રીતે વિશેષણના બે પ્રકાર પડે છે .
• (A) વિકારી વિશેષણ
• (B) અવિકારી વિશેષણ
•
• વિકારી વિશેષણ :-
• જે વિશેષણના રૂપમાં વિશેષ્યના જાતિ અને વચનના ફેરફારને કારણે વિકાર આવે છે તે વિકારી વિશેષણ છે.
• જેમ કે
• સારો માણસ સૌને ગમે . ( નરજાતિ , પુલ્લિંગ )
• સારું કામ દીપી ઊઠે . ( નાન્યતરજાતિ , નપુંસકલિંગ ) .
• સારા માણસ રેઢા નથી પડ્યા . ( બહુવચન )
• સારો – સારી – સારું, નઠારો – નઠારી – નઠારું,
• મીઠો – મીઠી – મીઠું, સુંવાળો – સુંવાળી – સુંવાળું,
• નજીવો – નજીવી – નજીવું, આખો – આખી – આખું .
• આમ જે વિશેષણમાં વિશેષ્યના જાતિ – વચન પ્રમાણે ફેરફાર થાય છે તે વિકારી વિશેષણ કહેવાય છે .
અવિકારી વિશેષણ
• જે વિશેષણના રૂપમાં વિશેષ્યના જાતિ – વચનને કારણે કોઈ ફેરફાર થતો નથી , વિકાર આવતો નથી તેને અવિકારી વિશેષણ કહેવાય .
• જેમ કે –
• હોશિયાર છોકરો બેઠો છે. ( નરજાતિ , એકવચન )
• હોશિયાર છોકરા ઓછા મળે છે. ( નરજાતિ , બહુવચન ) .
• હોશિયાર છોકરી સૌને વહાલી લાગે. ( નારીજાતિ , એકવચન )
એ જ રીતે –
કઠોર , કઠણ , સુકુમાર , સામાન્ય , વિશેષ , બારીક , ફતેહમંદ , નિયમસર , સુંદર એ બધાં એવાં અવિકારી વિશેષણો છે જે વિશેષ્યના જાતિ – વચનમાં વિકાર આવે છતાં એ વિશેષણો અવિકારી રહે છે .
અર્થપ્રમાણે વિશેષણના પ્રકાર :
• (1) ગુણવાચક વિશેષણ :
• સ્વાદવાચક વિશેષણ
• રંગવાચક વિશેષણ :
• આકારવાચક વિશેષણ
• (2) સંખ્યાવાચક વિશેષણ
•
• (3) સાર્વનામિક વિશેષણ
• દર્શક વિશેષણ
• પ્રશ્નવાચક વિશેષણ
• (4) સાપેક્ષ વિશેષણ
• (5) પરિમાણવાચક વિશેષણ
• (6) વિધેય વિશેષણ
ગુણવાચક વિશેષણ :
જે વિશેષણ પ્રાણી કે પદાર્થનો ગુણ બતાવે છે તેને ગુણવાચક વિશેષણ કહેવાય છે .
જેમ કે –
મને રંગીન ફૂલ ગમે છે .
જો જાડા માણસ દોડી શકતો નથી .
ઉપરના ઉદાહરણોમાંના અધોરેખિત શબ્દોમાંના વિશેષણ તેના વિશેષ્ય ( નામ ) ના અર્થમાં તેનો ગણ બતાવીને વધારો કરે છે તેથી તેને ગુણવાચક વિશેષણ કહેવાશે .
વધુ ઉદાહરણો જોઈએ તો –
ભલો છોકરો ,દયાળુ રાજા , સસ્તું અનાજ , ધર્મિષ્ઠ શેઠ ,
બુદ્ધિમાન માણસ , મીઠું સંગીત , સુંવાળું કપડું .
આ ગુણવાચક વિશેષણના પેટાપ્રકાર પણ પાડી શકાય .
રંગવાચક વિશેષણ :
રંગનો વિશેષ ગુણધર્મ બતાવતા એટલે કે રંગ દર્શાવતું વિશેષણ કહે છે .
જેમ કે ,
• તે લાલ મરચું છે .
• ચોમાસું આવતાં લીલાંછમ્ ખેતરો જોવા મળે છે .
• સૂર્ય સફેદ તડકો લાવે છે , પીળો તડકો પણ લાવે છે .
•
• સ્વાદવાચક વિશેષણ :
•
• સ્વાદનો વિશેષ ગુણધર્મ બતાવતા એટલે કે સ્વાદ દર્શાવતું વિશેષણ પદ વપરાય ત્યારે તેને સ્વાદવાચક વિશેષણ કહે છે .
•
• જેમ કે , –
•
• લીમડાનું કડવું ઔષધ ઉપયોગી છે .
•
• ગોળ વિના મોળો કંસાર , મા વિના સૂનો સંસાર ,
•
• તેણે સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું હતું .
•
• ખારો ખારો દરિયો , મીઠી મધુર નદી .
•
•
• આકારવાચક વિશેષણ : .
•
• ખાસ પ્રકારના આકારે સૂચવતા પદ દર્શાવતા વિશેષણો એટલે આકારવાચક વિશેષણ .
• આ વિશેષણ આકાર સૂચવે છે .
•
• જેમ કે ,
•
• કૃળિયાની દરેક બાજુ લાંબી દીવાલ હતી .
•
• શહેરમાં અનેક ગોળ બગીચા હતા .
•
• તેણે ચોરસ ફોટામાં ચિત્ર દોર્યું હતું
• સંખ્યાવાચક વિશેષણ :
સંખ્યા દર્શાવતું પદ નામના અર્થમાં વધારો કરે તેને સંખ્યાવાચક વિશેષણ કહે છે ,
જેમ કે ,
પાંચ , દસ , પંદર , પચ્ચીસ , પચાસ સંખ્યા દર્શાવે છે . તેવી જ રીતે ક્રમ દશવિતા વિશેષણો પણ સંખ્યાવાચક વિશેષણ ગણાય છે .
જેમ કે ,
પ્રથમ , દ્વિતીય , ત્રીજો , ચોથો , પહેલું , વચ્ચેનું , છેલ્લું વગેરે .
અન્ય ઉદાહરણો : –
1. ઝાડ નીચે પાંચ વિદ્યાર્થીઓ બેઠાં છે .
2. પરીક્ષામાં પચ્ચીસ વિદ્યાર્થીઓ બેઠાં હતા .
3. બગીચામાં દસ બાંકડાંઓ મૂકેલા હતાં .
4. આ ત્રણેય પાત્રો નાટકના નથી .
5. સાર્વનામિક વિશેષણ :
સર્વનામ તરીકે આવતું પદ નામના અર્થમાં વધારો કરે ત્યારે સાર્વનામિક વિશેષણ કહેવાય
તેઓ , તેમની , મારી , આપણું , અમારું વગેરે સર્વનામો છે .
ઉદાહરણો :
• પારકી ખુશામત કરવી સારી નહીં .
• અમારો પ્રવાસ આગળ ચાલ્યો .
• અમે અમદાવાદ પહોંચી ગયા હતાં .
• આપણું શહેર સંસ્કારી ગણાય છે .
સર્વનામના આધારે વિશેષણના નીચે મુજબના પ્રકારો પાડી શકાય .
•દર્શક વિશેષણ :
દર્શાવવાનું કાર્ય કરતાં સર્વનામો નામના અર્થમાં વધારો કરે ત્યારે દર્શક વિશે પણ બને છે ,
આ , ને , પેલું દર્શક સર્વનામો ગણાય છે .
જેમ કે ,
• આ બાળકો મેદાનમાં રમતાં હતાં .
• તે ચિત્ર ઉન્સિલથી બનેલું છે . ‘
• પેલું ખેતર અનાજથી ભરેલું છે ,
• પ્રશ્નવાચક વિશેષણ :
• પ્રશ્નવાચક સર્વનામો વિશેષણ તરીકે પ્રયોજાય ત્યારે પ્રશ્નવાચક વિશેષણ બને છે .
જેમ કે ,
• કોણ માણસ વધુ પરિશ્રમ કરે છે ?
• તમે શું વસ્તુઓ લાવ્યા છો ?
• તેઓ કઈ જગ્યાએ જવાના છે ?
• પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછવાના છે ?
• સાપેક્ષ વિશેષણ :
સાપેક્ષ સર્વનામો વિશેષણ તરીકે પ્રયોજાય ત્યારે સાપેક્ષ વિશેષણ બને છે .
સાપેક્ષ વિશેષણને સંબંધક વિશેષણ પણ કહે છે .
જેમ કે ,
• જેવાં બી વાવશો તેવાં ફળ મળશે .
• જે કામ કરો તે કામ વિચારીને કરો .
• જેવો સંગ તેવો રંગ .
• જે મહેનત કરે તે સફળ થાય .
• વિધેય વિશેષણ :
જયારે વિશેષણ નામની પછી મૂકવામાં આવે ત્યારે તેને વિધેય વિશેષણ કહેવાય .
જેમ કે ,
• પેલું મકાન સુંદર છે .
• તે ખેલાડી હોશિયાર છે .
• તે ચોપડી દળદાર છે .
• નદીનું પાણી શુદ્ધ છે .
• તે ફૂલ રંગબેરંગી છે .
• પરિમાણવાચક વિશેષણ :
• પરિમાણ એટલે જથ્થો કે માપ , નામનો જથ્થો કે માપ દર્શાવતા પદો એટલે પરિમાણવાચક વિશેષણ.
•
• અડધીપળ, વિશાળ, અપાર, અપરંપાર, અનહદ,
• અતિ, અસીમ, અસંખ્ય, ખૂબ, વિપુલ, ઘણું, અલ્પ,
• અતિશય, અનેક, અધિક, જૂજ, જરાક, સહેજ, સર્વ,
• સમસ્ત, ભરપૂર, ભરચક, અઢળક વગેરે પરિમાણવાચક શબ્દો છે .
•
• ઉદાહરણો :
• મને થોડાં ફળો આપો .
• દુકાનમાં ફટાકડાનો વિપુલ જથ્થો પડ્યો હતો .
• સમસ્ત સૃષ્ટિ વરસાદથી તરબતર થઈ ગઈ હતી.
• રાજાના ભંડારમાં અઢળક સોનું હતું .
• ફળિયામાં વિશાળ વડનું ઝાડ હતું .
• સભામાં અસંખ્ય લોકો એકઠાં થયાં હતાં .
• ગઈ રાત્રીએ ખુબ વરસાદ પડ્યો હતો .
• ટ્રેન પહોંચવામાં થોડી વાર જ હતી .
• નદીમાં ભરપુર પાણી આવ્યું હતું .
• મારા કારણે તેને અધિક લાભ થયો હતો
• ઘણીવાર એવું પણ બને છે કે પરિમાણવાચક વિશેષણ તરીકે વપરાતા શબ્દ અનિશ્ચિત સંખ્યાવાચક ! વિશેષણ તરીકે પણ વપરાતો હોય છે એટલે આ બંને પ્રકારનાં વિશેષણ વચ્ચેનો તફાવત એનો અર્થ સમજીને જ નક્કી કરી શકાય છે.
•
• જેમ કે
• 1 . મેં ઘણી ચા પીધી. ( પરિમાણવાચક વિશેષણ )
• 2 . ત્યાં ઘણી છોકરીઓ રમે છે. ( અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ ).
• પ્રથમ ઉદાહરણમાંનો ઘણી ’ શબ્દ ચાનું માપ દર્શાવે છે એટલે ત્યાં ‘ ઘણી ‘ વિશેષણ પરિમાણવાચક છે
•
• પણ બીજા ઉદાહરણમાંનો ‘ ઘણી ‘ શબ્દ છોકરીઓની અનિશ્ચિત સંખ્યાનો દર્શક હોઈ એ અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ બને છે
Visheshan વિશેષણ
Reviewed by Rushikesh Kamariya
on
June 29, 2020
Rating:
No comments: