********નિપાત ********
નિપાત એટલે શું ?
નિપાત એટલે અવ્યય .
જે પદમાં કોઈ વ્યય કે ફેરફાર ન થાય તેને નિપાત , કે અવ્યય કહે છે .
જુદા – જુદા અર્થમાં એ પડે છે . ( નિ + પ = પડવું ) તેથી તેને નિપાત તરીકે ઓળખવામાં આવે છે .
|| નિપાતો આ પ્રમાણે છે : –
અને , જો , તો , જ , યા , કે , વા , હવે , તથા , પણ , પરંતુ વગેરે . ||
ભાષામાં કેટલાંક એવા ઘટકો પણ હોય છે જે સંજ્ઞા , વિશેષણ , ક્રિયાવિશેષણ કે ક્રિયારૂપની સાથે આવીને ભાર , આગ્રહ , વિનંતી , સીમામર્યાદા વગેરે જેવાં અર્થોનો ઉમેરો કરે છે . ભાષાના આવા ઘટકોને ‘ નિપાત કહે છે .
#*** નિપાતનાં મુખ્ય ચાર પ્રકારો છે : ***#
( 1 ) ભારવાચક
( 2 ) સીમાવાચક
( 3 ) વિનયવાચક
( 4 ) પ્રકીર્ણ અથવા લટકણિયાંરૂપ . .
( 1 ) ભારવાચક નિપાત
ભારવાહી અર્થ બનાવે તે ભારવાચક નિપાત ,
એટલે કે જયારે વાક્યના કોઈ . પદ ઉપર ભાર મૂકવાનો અર્થ આવતો હોય ત્યારે વપરાતા નિપાત એટલ ભારવાચક નિપાત . જ , તો , ય , પણ , સુદ્ધાં , વગેરે ભારવાચક નિપાતો છે .
ઉદાહરણો :
છકડો જ કાતનાકે જ ઊભો રહી જાય .
– ભણેલાં સુદ્ધો આવી ભૂલ કરે છે . – એમાં જાણવાની બાબતો પણ ઘણી છે .
– કાદવ જોવો હોય તો એક ગંગા નદીને કાંઠે કે સિંધુને કાંઠે .
– અમેયુ આજે ફરવા નીકળવાનાં છીએ .
ઉપરનાં ઉદાહરણોમાં જ , સુદ્ધાં , પણ , તો , ય વગેરે ભારવાચક નિપાતો છે .
( 2 ) સીમાવાચક નિપાત : .
જેમાં સીમા – મર્યાદા અંકાતી હોય , સીમા – મર્યાદાનો અર્થ અભિવ્યક્ત થતો હોય ત્યારે તે સીમાવાચક નિપાત કહેવાય .
કેવળ , ફક્ત , માત્ર , સાવ , તદન , છેક વગેરે સીમાવાચક નિપાતો છે .
ઉદાહરણો :
– કેવળ તમારા માનું ખાતર હું આવીશ .
તદન સામાન્ય બાબતમાં ઉગ્ર ચર્ચા ચાલી ,
મેળામાં તે સાવ એકલો પડી ગયો હતો .
છેક આવું થશે એવી મારી ધારણા નહોતી .
ઉપરના ઉદાહરણોમાં કેવળ , તદ્દન , સાવ , છે કે , ફક્ત વગેરે સીમાવાચક નિપાતો છે .
( 3 ) વિનયવાચક નિપાત :
જેમાં વિનય , વિવેક , માન , મોભો કે આદરનો અર્થ દર્શાવાતો હોય તેવા નિપાત તે વિનયવાચક નિપાત .
‘ જી ‘ વિનયવાચક નિપાત છે .
ઉદાહરણો :
રૂબરૂ મળ્યાતુલ્ય માની પધારશોજી .
મારી હતાશાનું કારણ સ્વામીજી સમજી શક્યા નહીં .
ગુરુજીના દર્શનથી બધાં દુ : ખો જતાં રહ્યાં .
ઉપરનાં ઉદાહરણોમાં પધારશોજી , સ્વામીજી , ગુરુજી , દાદાજી , હાલાજી વગેરે વિનયવાચક નિપાતો દર્શાવે છે .
4 ) પ્રકીર્ણ અથવા લટકણિયાંરૂપ નિપાત : –
આ વિનતી , આગ્રહ અથવા તો અનુમતિ વગેરે જેવાં અર્થમાં અને ક્યારેક તો એમ જ લટકણિયાંરૂપે પ્રયોજાય ત્યારે તેમને વાક્યના લટકણિયાંરૂપ પ્રયોજાતા નિપાત તરીકે ઓળખાવી શકાય .
પ્રકીર્ણ અથવા લટકણિયાંરૂપ નિપાતો વાક્યના છેડે વધુ આવતાં હોય છે .
ઉદાહરણો :
થોડીક ચા લેશો કે ?
મને તમારી પેન આપશો કે ?
મને એમનું સરનામું લખવો તો .
ઉપરના ઉદાહરણોમાં કે , તો , કેમ . એમ કે વગેરે પ્રકીર્ણ કે લટકણિયાંરૂપ નિપાતો છે .
Nipat નિપાત
Reviewed by Rushikesh Kamariya
on
June 25, 2020
Rating:
No comments: