Gujarati Vyakaran And Sahitya
Gujarati Vyakaran And Sahitya

Alankar અલંકાર

અલંકાર

  • અલંકાર એટલે સાહિત્યકૃતિની શોભામાં અને પ્રભાવમાં વધારો કરે તેવા ભાષાકીય તત્વોને અલંકાર કહે છે

  • અલંકાર સર્જનપ્રક્રિયા સાથે સંલગ્ન એવું પ્રચલિત અને લોકપ્રિય તત્વ છે જે અભિવ્યક્તિને સુંદર અને સુગમ બનાવવામાં આગત્યનો ભાગ ભજવે છે

  • અલંકાર એટલે જેનાથી અલંકૃત થાય તે તત્વ,

  • અલંકારના બે પ્રકાર છે.

   

            શબ્દાલંકાર

   

            અર્થાલંકાર

          શબ્દાલંકારઃ-

  • જેમાં વર્ણ કે શબ્દને આધારે સૌંદર્ય પ્રગટતું હોય અને શ્રુતિમાં માધુર્ય પ્રગટ કરે ત્યારે શબ્દાલંકાર બને છે

  • શબ્દાલંકારના પ્રકારો

  • 1 વર્ણાનુપ્રાસ / વર્ણસગાઈ / અનુંપ્રાસ અલંકાર

  • 2 શબ્દાનુપ્રાસ / યમક / ઝડ અલંકાર

  • અંત્યાનુપ્રાસ/ પ્રાસાનું પ્રાસ અલંકાર

  • આંતરપ્રાસ/પ્રાસ સાંકળી અલંકાર


    વર્ણાનુપ્રાસ / વર્ણસગાઈ / અનુંપ્રાસ અલંકાર

  • એકનો એક અક્ષર વારંવાર (બે કે બે થી વધુ વખત) પંક્તિ કે કથનમાં પુનરાવર્તન પામે અને તેના કારણે ભાષા કે વાણીમાં વૈવિધ્ય(ચમત્કૃતિ) પ્રગટે ત્યારે વર્ણાનુપ્રાસ / વર્ણસગાઈ કે અનુંપ્રાસ અલંકાર બને છે.

  1. નટવર નિરખ્યા નેન ! તે.       

  2. કૃતવર્માએ કવચ કાપ્યું, અશ્વસ્થામાએ મુગટ 

  3. કાકા  કરીને સાદ કીધો, કો નવ સાંભળે બોલ   

  4. કપટ કરીને કૃષ્ણ આવ્યા, રૂપ ઉંદરનું ધરી.


                 શબ્દાનુપ્રાસ / યમક / ઝડ

  • જ્યારે વાક્યમાં કે પંક્તિમાં એક સરખા ઉચ્ચાર વાળા અને અલગ અલગ અર્થ ધરાવનાર બે અથવા બેથી વધારે શબ્દો આવી ચમત્કૃતિ સજાર્ય ત્યારે શબ્દાનુપ્રાસ / યમક / ઝડ અલંકાર કહે છે.

  1. હવે રંગ, બની તંગ, મચાવી જંગ, પીયોજી ભંગ !

  2. વિકરાળ કેસરિયાળને પંપાળતો બાપુ !

  3. આપણે આવળ બાવળ બોરડી.

  4. મિત્રો આવ્યા, ગયા, મળ્યા અને ટળ્યા

  5. તપેલી તપેલી છે પણ તું તપેલી ક્યાં આવી 

                  


  અંત્યાનુપ્રાસ / પ્રાસાનું પ્રાસ અલંકાર

જ્યારે બે પંક્તિઓ કે કથનનાં અંતે એકસરખા ઉચ્ચારવાળા અને અલગ અર્થ ધરાવતા શબ્દો આવે તો ત્યારે તેને અંત્યાનુપ્રાસ / પ્રાસાનું પ્રાસ અલંકાર કહેવાય છે.
  1. થાકી જવાનું કાયમ, તલવાર તાણી તાણી,

      ‘ઈર્શાદઆપણે તો ઈશ્વરને નામે વાણી.

  1. પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી

      ઈર્શાદ આપણે તો ઈશ્વરને નામે વાણી.

            આંતરપ્રાસ/પ્રાસ સાંકળી અલંકાર

  • પહેલા ચરણના છેલ્લા શબ્દ અને બીજા ચરણના પહેલા શબ્દ વચ્ચે જ્યારે પ્રાસ રચાય ત્યારે આંતરપ્રાસ અલંકાર બને છે 

ભયની કાયાને ભુજા નથી, નથી વળી સંશયને પાંખ

વિદ્યા ભણીયો જેહ, તેહ ઘેરવૈભ રૂડો

આરે કાંઠે ગાતો, જાતો સામે તીર

મામા આવ્યા, લાવ્યા માજાની વાતો

                                   


અર્થાલંકાર

  • અહીં ચમત્કૃતિનો આધાર શબ્દના અર્થ પર છે. વાક્યના ભાવમાં પ્રગટતો અર્થ તેનો સૌંદર્ય બક્ષે છે. 

                                     

અર્થાલંકાર

  • અર્થાલંકારને સમજવા માટે કેટલાક પદોની સમજુતી જરૂરી છે.

  • ઉપમેય-     વાક્યમાં જેની સરખામણી કરવામાં આવે છે તે.

  • ઉપમાન- જેની સાથે સરખામણી કરવામાં આવે છે તે 

  • સાધારણ ધર્મ-     ઉપમાન- ઉપમેય વચ્ચે જે બાબતની સરખામણી કરવામાં આવે છે તે

  • ઉપમાં વાચક શબ્દ -     બે જુદીજુદી વસ્તુઓની સરખામણી કરવા માટે વપરાતા શબ્દોને ઉપમાં વાચક શબ્દો કહે છે

  • દા.. જેવું, જેમનું, તેમનું, સરખું, સમોડું, શી, તુલ્ય, પેઠે, માફક, સમાન વગેરે 


                            









અર્થાલંકારનાપ્રકારો

  • 1 ઉપમા અલંકાર
  • 2 રૂપક અલંકાર

  • 3 ઉત્પ્રેક્ષા અલંકાર

  • 4 વ્યતિરેક અલંકાર

  • 5 અનન્વય અલંકાર

  • 6 સજીવારોપણ અલંકાર

  • 7 વ્યાજસ્તુતિ અલંકાર

  • 8 શ્ર્લેષ અલંકાર

                            1 ઉપમા અલંકાર

  • જ્યારે કોઈ વસ્તુને તેના કોઈ ખાસ ગુણ, કે બાબત અંગે અન્ય વસ્તુ સાથે સરખાવવામાં આવે એટલે કે જ્યારે ઉપમેયને ઉપમાન સાથે સરખાવવામાં આવે ત્યારે તેને ઉપમાં અલંકાર કહે છે.

  • ઉપમા અલંકાર સામાન્ય રીતે 

  • શી, શું, શો,  

  • સરખાસરખો સરખી - સરખું, સમોડું

  • તુલ્યે, પેઠે, માફક, સમાન,  

  • જેવાજેવો જેવી જેવું  

    જેવા શબ્દો તેમાં આવેલા હોય છે.

                    ઉપમા અલંકારના ઉદાહરણ 

  • દેવલના અક્ષર મોતીના દાણા જેવા છે.                     

 (દેવલના અક્ષર - ઉપમેય અને મોતીના દાણા- ઉપમાન)

  • સંતરાની  છાલ સમો તડકો વરસે છે.

  • દાઝમાં કાશીમાએ ઝાળ જેવી રાડ નાખી       

  • માણસો માખીઓની જેમ મરતા હતા.

  • દીકરાઓ પાણીની પેઠે પૈસા વાપરે છે

                                                   2 રૂપક અલંકાર

  • જ્યારે કોઈ બે વસ્તુઓની તુલના કરતી વખતે ઉપમેય અને ઉપમાન બંને એક હોય કે એકરૂપ હોય રીતે રજૂ કરવામાં આવે ત્યારે તેને રૂપક અલંકાર કહે છે.

  • ઉપમાં અલંકારમાં સરખામણીનો ભાવ છે

  • જ્યારે રૂપક અલંકારમાં બંને એકજ છે એવો ભાવ રજૂ થાય છે.

                     રૂપક અલંકારના ઉદાહરણ 

  • વદનસુધાકરને રહું નિહાળી.           

  • પુત્રના અવસાન પછી મા શોકસાગરમાં ડૂબી   ગઇ

  • ફૂલડાં-કટોરી ગૂંથી લાવ, જગમાલણ, રે બહેન !

  • હરખને શોકની નાવે  જેને હેડકી

  • બિંદૂને નવી મા મળતા પ્રેમસાગરમાં ભરતી આવી

                                            3 ઉત્પ્રેક્ષા અલંકાર

  • જ્યારે ઉપમેય અને ઉપમાન વચ્ચે સરખામણીની સંભાવના ઊભી કરવામાં આવે ત્યારે તેને ઉત્પેક્ષા અલંકાર કહે છે.  

  • સરખામણી સૂચવતા શબ્દોને કે સંભાવના માટે જાણેરખે, અથવા શકે જેવા શબ્દોનો ઉપયોગ કરવામા આવે છે.

                                   ઉત્પ્રેક્ષા અલંકારના ઉદાહરણ

  1. અકળાઈ પડ્યો અવનિ વિષે જાણે ભાંગ્યો ચંપાનો છોડ.

  2. કાશીમાનું ઘર જાણે હોય તેમ એક સાથે છોકરાઓનો હુંકાર મળ્યો.

  3. લોચન તેના જાણે પદ્મ-પાંખડી.

  4. હળવદને માર્ગે જાણે વંટોળિયો હાલ્યો.

  5. હૈયું જાણે હિમાલય

                                              4 વ્યતિરેક અલંકાર

  • જ્યારે ઉપમાન કરતા ઉપમેયને ચડિયાતું કે અધિક ગુણવત્તાવાળું દર્શાવવામાં આવે ત્યારે તેને વ્યતિરેક અલંકાર કહે છે.

                                      વ્યતિરેક અલંકારના ઉદાહરણ

  1. કમળ થકી કુમળું રે બેની અંગ છે એનું.

  2. એમ તો તારા નેણ બિલોરી- વેણથી યે વધુ બોલકાં ગોરી

  3. સુદામાનાં વૈભવ આગળ કુબેરતo કણ માત્ર ?

  4. હલકાં તો પારેવાની પાંખથી, મહાદેવથી યે મોટાજી.

                                       5 અનન્વય અલંકાર

  • જ્યારે ઉપમેયને ઉપમાન તરીકે દર્શાવવામાં આવે ત્યારે તેને અનવ્યવય અલંકાર કહેવામાં આવે છે. અલંકારમાં ઉપમેયને ઉપમાન સાથે સરખાવવામાં આવતું નથી.

                     અનન્વય અલંકારના ઉદાહરણ 

  1. પણ મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો છે.

  2. પંડિત સુખલાલજી તે પંડિત સુખલાલજી

  3. અંતર જેવું ઓઠણું રાખજે,- ને ઓઠણ જેવું અંતર

  4. રામરાવણનું યુદ્ધ તે રામરાવણનું યુદ્ધ

                        6 સજીવારોપણ અલંકાર

  • જ્યારે નિર્જીવ પદાર્થને સજીવનું આરોપણ કરવામાં આવે ત્યારે તેને સજીવારોપણ અલંકાર કહે છે. માનવભાવને અસરકારક રીતે રજૂ કરવા માટે અલંકારનો ઉપયોગ થાય છે.

                   સજીવારોપણ અલંકારના ઉદાહરણ 

  • દૂરના ડુંગરો સાદ દઈને બોલાવતા હતા.

  • મેઘ પર મેઘના ડોલતા ડુંગર

  • વડ માથું ભણીને , ના કહેતો હતો.

  • ફૂલ હસતાં હતા.

  • સંધ્યા રમે છે ધરીને ઉછંગે               

  • ઋતુઓ વૃક્ષોને વાહલ કરતા થાકતી નથી 

                             7 વ્યાજસ્તુતિ અલંકાર

  • જ્યારે નિંદા દ્વારા પ્રશંસા અને  પ્રશંસા દ્વારા નિંદા કરવામાં આવે ત્યારે તેને વ્યાજસ્તૂતિ અલંકાર કહેવામાં આવે છે.

                      વ્યાજસ્તુતિ અલંકારના ઉદાહરણ 

  • ધન્ય છે તમારી બહાદુરીનેઉંદર જોઈને નાઠા

  • તમે ખરા પહેલવાન ! કંદર્પ કઈ વિસાતમાં નહીં.

  • શું એનું રૂપ ! કંદર્પ કંઈ વિસાતમાં નહીં.

  • ડામર ડમરો થઈ ને મહેકે.

                                8 શ્ર્લેષ અલંકાર

  • જ્યારે એક પંક્તિ કે ઉક્તિમાં એક શબ્દના એકથી વધુ અર્થ થાય અને તેમાંથી અર્થનું વૈવિધ્ય ઉત્પન્ન થાય ત્યારે તેને શ્ર્લેષ અલંકાર કહેવામાં આવે છે.

                        શ્ર્લેષ અલંકારના ઉદાહરણ        

  • પંકજ નામનો છોકરો છે

  • રવિને પોતાનો તડકો ગમે તો તે ક્યાં જાય !

  • દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર !

  • રમણીનો રાગ કોને મુગ્ધ  કરે !   

  • વર્ષા ખરેખર જીવનદાત્રી વિશ્વની

  • રવિ નિજ કર તેની ઉપર ફેરવે છે.       

  • તેનું હૃદય હતું કામ વિષે ડૂબેલુ

Download pdf file click here

Alankar અલંકાર Alankar  અલંકાર Reviewed by Rushikesh Kamariya on June 17, 2020 Rating: 5

No comments:

Popular

Gujarati vyakaran Visheshan

  વિશેષણ અને તેના પ્રકાર | Visheshan in Gujarati vyakaran વિશેષણ ની વ્યાખ્યા (Visheshan in Gujarati) : જે વાક્યના નામપદના અર્થમાં વધારો કરે ...

ads 728x90 B
Powered by Blogger.