Gujarati Vyakaran And Sahitya

Featured Posts

Gujarati Vyakaran And Sahitya

Gujarati vyakaran Visheshan

December 11, 2022

 વિશેષણ અને તેના પ્રકાર | Visheshan in Gujarati vyakaran



વિશેષણ ની વ્યાખ્યા (Visheshan in Gujarati): જે વાક્યના નામપદના અર્થમાં વધારો કરે છે. એટલે કે અર્થમાં વિશેષતા લાવવા પ્રયોજાય તેને વિશેષણ કહેવાય છે.


અથવા જે શબ્દ પ્રાણી કે પદાર્થના ગુણ કે ક્રિયાને દર્શાવી તેના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવાય છે.

અથવા નામ કે સર્વનામના અર્થમાં વધારો કરનાર શબ્દોને વિશેષણ કહેવામા આવે છે

અથવા જ્યારે નામનો વિશેષ ગુણધર્મ દર્શાવવો હોય ત્યારે વિશેષણ ઉપયોગી નીવડે છે.



વિશેષણ અને વિશેષ્ય 

વિશેષણ: જે શબ્દ નામના અર્થમાં વધારો કરે છે તેને વિશેષણ કહે છે.


વિશેષ્ય: વિશેષણ જે નામ માટે વપરાયુ હોય તે નામને વિશેષ્ય કહેવાય.


વિશેષ્ય એટલે ટૂંકમાં નામ (સંજ્ઞા).

વિશેષણના પ્રકાર 

(અ) સ્વરૂપના આધારે.


(બ) અર્થપ્રમાણે આધારે.


(ક) સ્થાનના આધારે.


સ્વરૂપની રીતે વિશેષણના બે પ્રકાર છે.

(અ) સ્વરૂપના આધારે:

જે વિશેષણના રૂપમાં નામની જાતિ અને વચન પ્રમાણે ફેરફાર થાય અથવા ન થાય તેના આધારે વિશેષણના બે પ્રકાર પડે છે.


વિકારી વિશેષણ (ફેરફાર થાય)

વિકારી વિશેષણ: જે વિશેષણમાં નામના લિંગ કે વચન પ્રમાણે ફેરફાર થાય એટલે કે વિકાર થાય તો તેને વિકારી વિશેષણ કહે છે.


વિકારી વિશેષણ ના ઉદાહરણ:


તે ઊંચો માણસ છે.

આ નમણી છોકરી છે.

આ મોટી છોકરી છે.

આ મોટો છોકરો છે.

તે ઊંચી સાયકલ છે.

આ મોટા છોકરા છે.

પેલા ઊંચા ડુંગરો છે.

આ નમણો છોકરો છે.

આ નમણું છોકરું છે.

ઉદાહરણ :


નાનો, કાળું, ઘણું, રૂપાળું, થોડું, ધોળો, ઢીલો, લીલું, મોટી, ડાહ્યો, નમણું, મોટું, ઓછું, થોડી, રૂડું, ઊંચું, વગેરે વિકારી વિશેષણ સૂચવે છે.


અવિકારી વિશેષણ (ફેરફાર ન થાય)

અવિકારી વિશેષણ: જે વિશેષણના રૂપમાં વિશેષ્યના જાતિ-વચનને કારણે કોઈ ફેરફાર થતો નથી તેને અવિકારી વિશેષણ કહે છે.


અવિકારી વિશેષણ ના ઉદાહરણ:


તે દયાળુ લોકો છે.

પેલો હોશિયાર છોકરો છે.

પેલી હોશિયાર છોકરી છે,

તે હોશિયાર છોકરા છે.

તે દયાળુ છોકરી છે.

તે દયાળુ છોકરો છે.

ભારતના લોકો મહેનતુ છે.

તે બહેન બહુ મહેનતુ છે.

ભારતના વિધાર્થી મહેનતુ છે.

ઉદાહરણઃ


મહાન, શુદ્ધ, બુદ્ધિશાળી, દયાળુ, મહેનતુ, સ્વચ્છ, સુંદર, હોશિયાર, પ્રમાણિક, વિશાળ, માયાળુ, કૃપાળુ, કઠોર, નરમ, કઠણ, સામાન્ય. વગેરે અવિકારી વિશેષણ સૂચવે છે.


(બ) અર્થપ્રમાણે વિશેષણના પ્રકાર

ગુણવાચક વિશેષણ

ગુણવાચક વિશેષણ: વિશેષ્યનો ગુણ બતાવનાર શબ્દને ગુણવાચક વિશેષણ કહે છે. અથવા નામના ગુણ બતાવનાર શબ્દને ગુણવાચક વિશેષણ કહે છે.


ગુણવાચક વિશેષણ ના ઉદાહરણ:


મને રંગીન ફૂલ ગમે છે.

જાડો માણસ દોડી ન શકે.

પેલી દેખાવડી છોકરી કયાં ?

નમ્ર માણસ તરત જ ઓળખી શકાય.

ખારો ખારો દરિયો, મીઠી મધુર નદી.

કપટી માણસ વિધા ચોરી લે.

બોલકો છોકરો બધા કામ પણ કરે.

સૂર્ય પીળો તડકો લાવે છે.

ગોળ વિના મોળો કંસાર, માતા વિના સૂનો સંસાર,

ફળિયાની દરેક બાજુ લાંબી દિવાલ હતી.

સફેદ કબૂતર ઉડ્યું.

સંખ્યાવાચક વિશેષણ

સંખ્યાવાચક વિશેષણ: જે વિશેષણ વિશેષ્યની સંખ્યા દર્શાવે છે, તેને સંખ્યાવાચક વિશેષણ કહેવામાં આવે છે.


સંખ્યાવાચક વિશેષણના ઉદાહરણ:


અમારા ક્લાસમાં પચાસ વિધાર્થીઓ છે.

ક્રિશીવે પરીક્ષામાં પ્રથમ સ્થાન મેળવ્યું.

વિજાભાઈ નવમાં ધોરણને ભણાવે છે.

ઈશ્વરે ઘણી ચા પીધી છે.

મેં તમને અઢી-ત્રણ ગણા રૂપિયા આપેલા છે.

મેં ડઝન કેળા રવિને આપ્યા હતા.

પરિમાણ/પ્રમાણ/માપવાચક વિશેષણ

પરિમાણ વિશેષણ: પ્રત્યેક વસ્તુનું કે પદાર્થનું કોઈ ચોક્કસ માપ હોય છે. વસ્તુને અમુક કદ હોય છે. આમ, જથ્થામાં રહેલ કોઈ પણ વસ્તુનું માપ દર્શાવવા જે શબ્દો વપરાય તેને પરિમાણવાચક વિશેષણ કહે છે.


પરિમાણવાચક વિશેષણ એક માપ છે તેથી તેને ગણી શકાતું નથી.

સુચક શબ્દો: વિશાળ, અગમ્ય, મણ, પ્યાલો, ખોબો, અતિશય, અઢળક, ઘણું, અધિક, અનહદ વગેરે માપવાચક વિશેષણ સુચવે છે.

પરિમાણ/પ્રમાણ/માપવાચક વિશેષણના ઉદાહરણ:


તપેલીમાં ઘણું દૂધ છે.

નદીમાં થોડું પાણી આવ્યું.

દરિયામાં અઢળક પાણી છે, પણ ખારું !

મણ બાજરી લાવો.

તેઓ પાસે અઢળક સંપત્તિ છે.

તેમના કારણે મને અધિક લાભ થયો હતો.

લગ્નપ્રસંગે ઘણી છાસ હોય છે.

ફળિયામાં વિશાળ વડનું ઝાડ છે.

તે એક પ્યાલો પાણી પી ગયા.

મને થોડો હલવો આપો ને !

શિયાળામાં અતિશય ઠંડી હતી.

દર્શક વિશેષણ

દર્શક વિશેષણ: જે વિશેષણ નજીકના કે દૂરના વસ્તુ, પ્રાણી કે પદાર્થને દર્શાવવા માટે વપરાય છે, તેને દર્શક વિશેષણ કહે છે.


સુચક શબ્દો એ, આ, તે, પેલુ, પેલી જેવા શબ્દો દર્શક વિશેષણમાં સુચવે છે.

દર્શક વિશેષણના ઉદાહરણ:


આ મારી દીકરી છે.

(પેલું) ઝાડ આંબાનું છે.

મોનુ એ રહ્યું સીતાફળ,

પેલું ખેતર અનાજથી ભરેલું છે.

તે છોકરાઓ મેદાનમાં રમી રહ્યા છે.

પેલી છોકરી હોશિયાર છે.

આ સાડી લાવો તો.

એ રહ્યું મામાનું ઘર.

પ્રશ્નવાચક વિશેષણ

પ્રશ્નવાચક વિશેષણ: જે વિશેષણ પ્રશ્ન પૂછવા માટે વપરાય તેને પ્રશ્નવાચક વિશેષણ કહે છે.


સુચક શબ્દો: કોણ, કોણે, શું, કોના, કયાં, કેવી રીતે, શેનો, કયારે કેવી, કેટલું, કર્યું, વગેરે જેવા શબ્દો પ્રશ્નવાયક વિશેષણ સૂચવે છે.

પ્રશ્નવાચક વિશેષણમાં પ્રશ્નાર્થ ચિહ્ન હશે.

પ્રશ્નવાચક વિશેષણના ઉદાહરણ:


કોણ આવ્યું હતું?

રામાયણ કોણે લખ્યું છે?

તમારે શું કામ છે?

તમે કયું પુસ્તક ખરીધું?

કસ્તૂરબા કોના પુત્રી હતા?

ત્યાં કોણ મહેમાન આવ્યા છે?

તમે ક્યાં જવાના છો?

કેવી વાત કરો છો?

ગાંધીજીનો જન્મ કયાં થયો હતો?

સાપેક્ષ/સંબંધક વિશેષણ

સાપેક્ષ વિશેષણ: જે વિશેષણ એકબીજા સાથે વાપરવાની જરૂર કે અપેક્ષા રહે છે, તેને સાપેક્ષ વિશેષણ કહે છે.


સુયક શબ્દો જેઓ…તેઓ, જેવું…તેવું, જે.તે, જ્યારે…ત્યારે, જેમ…તેમ,જો…તો વગેરે જેવા શબ્દો સાપેક્ષ વિશેષણ સૂચવે છે.

સાપેક્ષ વિશેષણના ઉદાહરણ:


જેવું કામ કરશો તેવું ફળ પામશો.

જેમ મારા માતા–પિતા કહેશે તેમ હું કરીશ.

જો તેમણે જણાવ્યું હોત તો મદદ કરત.

જ્યારે પરીક્ષા આવશે ત્યારે પાસ થઈશ.

જ્યારે તમે આવ્યા ત્યારે જ હું ગયો.

જે મહેનત કરે તે સફળ થાય.

જે કરો તે જોઈ વિચારીને કરજો.

જેવો વ્યક્તિ તેવો વ્યવહાર.

સ્વાદવાચક વિશેષણ

સ્વાદવાચક વિશેષણ: જેમાં સ્વાદ વિશેનો અર્થ દર્શાવ્યો હોય તેને સ્વાદવાચક વિશેષણ કહે છે.


ઉદાહરણ:


મીઠો, તીખો, કડવો, વાસી, ખાટો, ખારો, ગળ્યો વગેરે સ્વાદવાયક વિશેષણ સૂચવે છે.


રંગવાચક વિશેષણ

રંગવાચક વિશેષણ: જે વિશેષણના રંગનો ગુણધર્મ દર્શાવતું હોય તેને રંગવાયક વિશેષણ કહે છે.


ઉદાહરણઃ


ધોળો, પીળો, કાળો, રાખોડી, લાલ, સોનેરી, લીલો, રૂપેરી, મોરપીંછ, જાંબુડીયો વગેરે રંગવાયક વિશેષણ સૂચવે છે.


રૂપવાચક વિશેષણ

રૂપવાચક વિશેષણ: જે વિશેષણના રૂપનો ગુણધર્મ દર્શાવતું હોય તેને રૂપવાચક વિશેષણ કહે છે.


ઉદાહરણ :


નમણો, કદરૂપો, સ્વરૂપવાન, સુંદર, દેખાવડો વગેરે રૂપવાચક વિશેષણ સૂચવે છે.


આકારવાચક વિશેષણ

આકારવાચક વિશેષણ: જેમાં આકાર અંગેનો વિશેષ ગુણ દર્શાવવામાં આવેલ હોય તેને આકારવાચક વિશેષણ કહે છે.


ઉદાહરણ:


ગોળ, લંબગોળ, અર્ધગોળ, ત્રિકોણ, ચોરસ, નળાકાર વગેરે આકારવાચક વિશેષણ સૂચવે છે.


સ્વભાવવાચક વિશેષણ

સ્વભાવવાચક વિશેષણ: જેમાં સ્વભાવ વિશે વિશેષ માહિતી પ્રદાન કરવામાં આવેલ હોય તેને સ્વભાવવાચક વિશેષણ કહે છે.


ઉદાહરણઃ


માયાળુ, દયાળુ, લુચ્ચો, લોભી, ઇમાનદાર, ક્રોધી, પ્રેમાળ વગેરે સ્વભાવવાયક વિશેષણ સૂચવે છે.


કદવાચક વિશેષણ

કદવાચક વિશેષણ: જેમાં વિશેષણના કદ વિશેની માહિતી આપેલ હોય તેને કદવાયક વિશેષણ કહેવાય.


ઉદાહરણ:


જાડો, પાતળો, ઠીંગણો, પહાડી, લંબૂસ, ગટિયું વગેરે કદવાચક વિશેષણ સૂચવે છે.


સાર્વનામિક વિશેષણ

સાર્વનામિક વિશેષણ: સર્વનામ વિશેષણ તરીકે પ્રયોજાયું હોય તેને સાર્વનામિક વિશેષણ કહે છે.


સાર્વનામિક વિશેષણના ઉદાહરણ:


આ સાંભળીને ખલીફાને એ લોભી દરબારીઓ વિશે દુઃખ થયું.

આ કોઈ શાણો માણસ જણાય છે.

હું કશી આજ્ઞા કરવા માંગતો નથી.

એવો તે શો ધડાકો ભયંકર હતો.

મને તે સારો ના લાગ્યો.

ઉદાહરણ: આ, હું, અમે, તમે, તેઓને, તે, તેણી, તેઓ, વગેરે, સાર્વનામિક વિશેષણ સૂચવે છે.


અનુવાધ વિશેષણ (વિશેષણ + વિશેષ્ય (નામ)

અનુવાધ વિશેષણ: જ્યારે વિશેષણને નામની આગળ મૂકવામાં આવે ત્યારે તેવા વિશેષણને અનુવાધ વિશેષણ કહે છે.


અનુવાધ વિશેષણના ઉદાહરણ:


તે પ્રમાણિક માણસ છે.

ત્યાં દયાળુ સંન્યાસીઓ હતા.

તે ગામના પૈસાદાર વ્યક્તિ છે.

મારી રળિયામણી વાડી આ રહી.

મને રંગીન ફૂલ ગમે છે.

જૂઓ સફેદ કબૂતર ઉડ્યું.

વિધેય વિશેષણ (વિશેષ્ય (નામ) + વિશેષણ)

વિધેય વિશેષણ: જ્યારે વિશેષણ નામની પછી આવે છે ત્યારે તેવા વિશેષણો વિધેય વિશેષણ કહે છે.


વિધેય વિશેષણના ઉદાહરણ:


તે વ્યક્તિ ઇમાનદાર છે.

આ વિધાર્થી હોશિયાર છે.

સંન્યાસીઓ દયાળુ હોય છે.

પેલું મકાન સુંદર છે.

ગાંધીનગર રળિયામણું છે.

ભારતના લોકો મહેનતુ છે.

વિશેષણનું વિશેષણ

વિશેષણનું વિશેષણ: જ્યારે વિશેષણ માટે પણ વિશેષણ વપરાયું હોય ત્યારે તેને વિશેષણનું વિશેષણ કહેવાય છે.



વિશેષણનું વિશેષણના ઉદાહરણ:


તે ઘણો દાની વ્યક્તિ છે.

નદીમાં ખુબ ઠંડુ પાણી હતું.

ત્યાં ઘણા રંગબેરંગી ફુલો હતા.

તે મોટામાં મોટો દેશ છે.



Gujarati vyakaran Visheshan Gujarati vyakaran Visheshan Reviewed by Rushikesh Kamariya on December 11, 2022 Rating: 5

Std 10 ગુજરાતી પેપર સોલ્યુશન 2021

April 20, 2021



Std 10 ગુજરાતી પેપર સોલ્યુશન 2021


ધોરણ 10 માટે આવનારી 2021 ની બોર્ડ પરીક્ષા માટેના બધા સેમ્પલ પેપર જવાબ સહીત ખરીદવા માટે 
Pay and Download પર કલીક કરો. 




Std 10 ગુજરાતી પેપર સોલ્યુશન 2021 Std 10 ગુજરાતી પેપર સોલ્યુશન 2021 Reviewed by Rushikesh Kamariya on April 20, 2021 Rating: 5

Navratri માં આદ્યશક્તિના નવ સ્વરૂપ મંત્ર સાથે

October 17, 2020

 


Navratri

Navratri








Navratri માં આદ્યશક્તિના નવ સ્વરૂપ મંત્ર સાથે Navratri માં આદ્યશક્તિના નવ સ્વરૂપ મંત્ર સાથે Reviewed by Rushikesh Kamariya on October 17, 2020 Rating: 5

ગુજરાતી વ્યાકરણ સંજ્ઞા Std 8 to 12 Gujarati Vyakaran Sangya (Sangna) fo...

August 12, 2020
ગુજરાતી વ્યાકરણ સંજ્ઞા Std 8 to 12 Gujarati Vyakaran Sangya (Sangna) fo... ગુજરાતી વ્યાકરણ સંજ્ઞા  Std 8 to 12 Gujarati Vyakaran Sangya (Sangna) fo... Reviewed by Rushikesh Kamariya on August 12, 2020 Rating: 5

Chhand part 1

July 14, 2020


Chhand Part 2




chhand part 3


Alankar part 1


Samas

Chhand part 1 Chhand part 1 Reviewed by Rushikesh Kamariya on July 14, 2020 Rating: 5

Popular

Gujarati vyakaran Visheshan

  વિશેષણ અને તેના પ્રકાર | Visheshan in Gujarati vyakaran વિશેષણ ની વ્યાખ્યા (Visheshan in Gujarati) : જે વાક્યના નામપદના અર્થમાં વધારો કરે ...

ads 728x90 B
Powered by Blogger.